સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિને સંચાલન સમન્વય, માહિતીની આપલે અને ઔદ્યોગિક નવીનતાના વિકાસ માટે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીની પ્રશંસા કરી છે. બંને નેતાઓએ આજે લાઓસના વિએતનિયાને માં11મી આશિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન મુલાકાત કરી હતી.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુંકે, બંને દેશ વચ્ચે જેટ એન્જિન, યુદ્ધ સાધનો અને ગ્રાઉન્ડ મોબિલિટી સિસ્ટમ સહિત અમેરિકા-ભારત સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી. આ તકે સંરક્ષણ મંત્રીએ ઑગસ્ટમાં પોતાની અમેરિકા પ્રવાસને યાદ કર્યો, જેમાં પૂરવઠા સલામતી સમજૂતી અને સંપર્ક અધિકારીઓની તહેનાતી મામલે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને પક્ષે સ્વતંત્ર હિન્દ-પ્રશાન્ત માટે સૈન્ય ભાગીદારી અને આંતર-સંચાલનને મજબૂત કરવાના પ્રયાસોનું સ્વાગત કર્યું. શ્રી સિંહે આજે લાઓસના વિયનતિયાનેમાં એડીએમએમ પ્લસ પ્રસંગે ન્યૂ ઝિલેન્ડના સંરક્ષણ મંત્રી જૂડિથકૉલિન્સ સાથે પણ બેઠક યોજી હતી.
Site Admin | નવેમ્બર 21, 2024 6:44 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિને સંચાલન સમન્વય, માહિતીની આપલે અને ઔદ્યોગિક નવીનતાના વિકાસ માટે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીની પ્રશંસા કરી છે
