નવેમ્બર 12, 2024 2:52 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં દિલ્હી સંરક્ષણ સંવાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે યુદ્ધની બદલાતી ગતિશીલતા અને સુરક્ષા જોખમોનો અસરકારક રીતે સામનો કરવા અનુકૂલનશીલ સંરક્ષણ વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો.
આજે નવી દિલ્હીમાં દિલ્હી સંરક્ષણ સંવાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, અનુકૂલનશીલ સંરક્ષણ એ માત્ર વ્યૂહાત્મક પસંદગી નથી પરંતુ જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, દેશની અનુકૂલનશીલ સંરક્ષણની દ્રષ્ટિ સુગમતા, નવીનતા અને સ્થિતિસ્થાપકતા પર આધારિત હોવી જોઈએ અને રાષ્ટ્રએ ભવિષ્યની તમામ આકસ્મિકતાઓ માટે તૈયાર રહેવું જોઈએ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.