ડિસેમ્બર 27, 2025 3:03 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે..

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે છે.. તેમણે વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમના હસ્તે અંદાજે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ સંકુલને ખુલ્લું મૂકાયું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમન ગ્રામીણ મહિલાઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સાકાર કરવા મહત્વકાંક્ષી વિકાસ લક્ષ્યો સાથે વાર્ષિક હજારો ગ્રામીણ મહિલાઓને રોજગાર, તાલીમ અને સુખાકારી સંશાધનો પ્રદાન કરશે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના પૂ. ગુરુદેવ શ્રી રાકેશજીના સાન્નિધ્યમા યોજાયેલા આ સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.