સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.આ સાથે શ્રી સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો. શ્રી સિંહે કહ્યું કે, “યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સતત તૈયારીથી જીતાય છે.તેમણે નવી તકનીકો અપનાવવા, તાલીમને તમારા રોજિંદી દિનચર્યાનો અભિન્ન ભાગ બનાવવા અને દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર રાખવા સૈનિકોને આહ્વાન કર્યું.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:32 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે સુરક્ષા કવાયત નિહાળશે-વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ કરશે
