મે 5, 2025 9:24 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું કે, ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો તે મારી જવાબદારી

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, સશસ્ત્ર દળો સાથે કામ કરવું અને ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો એ તેમની જવાબદારી છે. નવી દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવને સંબોધિત કરતા રાજનાથસિંહે ઉમેર્યું કે, એક સંરક્ષણ મંત્રી તરીકે સૈનિકોની સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ તેમની છે. શ્રી સિંહે કહ્યું કે, દેશની જનતા જે ઇચ્છે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે.