ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 8, 2024 8:43 એ એમ (AM) | રાજનાથસિંહ

printer

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ મોસ્કોમાં રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે સેના અને સૈન્ય ટેકનિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરશે. પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવમી ડિસેમ્બરના રોજ કાલિનિનગ્રાદમાં યંત્ર શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના સૌથી નવા મિસાઈલ ફ્રિગેટ વિનાશક INS તુશીલનું તરતુ મુકશે.
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. શ્રી સિંહ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા રશિયન સૈનિકોના માનમાં મોસ્કોમાં સૈનિકોની કબર પર શ્રદ્ધાંજલિ આપશે. રશિયાની મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાયને પણ મળશે.