સંરક્ષણ મંત્રાલય તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારની હાજરીમાં તમિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે સુવિધા સ્થાપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.મંત્રાલયે જણાવ્યું હતું કે તેની પૂર્ણતા પછી, પરીક્ષણ સુવિધા સરકારી અને ખાનગી ઉદ્યોગ બંનેને અદ્યતન પરીક્ષણ ઉપકરણો અને સેવાઓ પ્રદાન કરશે, આમ સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન મળશે.
Site Admin | જુલાઇ 29, 2025 9:16 એ એમ (AM)
સંરક્ષણ મંત્રાલય તમિલનાડુમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે
