સપ્ટેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુનાં કરાર કર્યાં.

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ૯૭ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1 A ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ૬૮ ફાઇટર એરક્રાફ્ટ અને ૨૯ ટ્વીન-સીટર એરક્રાફ્ટ, ભારતીય વાયુસેના માટે સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ વિમાનોની ડિલિવરી 2027-28 દરમિયાન શરૂ થશે અને છ વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે.
આ વિમાનોના ઉત્પાદનથી છ વર્ષના સમયગાળામાં દર વર્ષે 11 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.