નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રાલયે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલાની સહાયતા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

સંરક્ષણ મંત્રાલયે આજે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલા માટે સતત સહાયતા મેળવવા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. 7 હજાર 900 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના આ કરારને વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ નવી દિલ્હીમાં ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા સ્વદેશી સેવાઓને પ્રોત્સાહન આપીને, સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવીને અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્થાનિક કંપનીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરીને આત્મનિર્ભર ભારતના મોટા ઉદ્દેશ્ય સાથે સુસંગત છે.