ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 22, 2025 1:47 પી એમ(PM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને યજમાન દેશ અને વતન બંનેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. શ્રી સિંહે છેલ્લા દાયકામાં અર્થતંત્ર, ઉત્પાદન, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ ક્રાંતિ અને સંરક્ષણ ક્ષમતાઓ સહિત અનેક પરિમાણોમાં ભારતની પરિવર્તનશીલ યાત્રા પર પ્રકાશ પાડ્યો.
સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, મોરોક્કોના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાતનો હેતુ બંને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ, વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાનો છે. શ્રી સિંહ મોરોક્કોના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
તેઓ ઔદ્યોગિક સહયોગ વધારવા માટે મોરોક્કોના ઉદ્યોગ અને વેપાર મંત્રીની પણ મુલાકાત લેશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ પર સમજૂતી કરાર થવાની પણ શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.