સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે. આ ઉત્તર આફ્રિકન રાષ્ટ્રની રક્ષા મંત્રીની પહેલી મુલાકાત હશે, જે ભારત અને મોરોક્કો વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને વધઉ સુદ્રઢ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, શ્રી સિંહ તેમના મોરોક્કન સમકક્ષ, અબ્દેલતિફ લૌદીય સાથે સંરક્ષણ, વ્યૂહાત્મક અને ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ બેરેચિડ ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ મેરોકની વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ માટે નવી ઉત્પાદન સુવિધાના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે.
બંને પક્ષો સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરે તેવી પણ અપેક્ષા છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે
