ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2024 2:49 પી એમ(PM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી છે. લાઓસમાં વિએન્ટિયન ખાતે 11મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની મિટીંગ-પ્લસમાં બોલતા, સંરક્ષણ મંત્રીએ નિર્દેશ કર્યો કે ખુલ્લા સંદેશા વ્યવહાર અને શાંતિપૂર્ણ વાટાઘાટો માટેની આ પ્રતિબદ્ધતા સરહદ વિવાદોથી લઈને વેપાર કરારો સુધીના આંતરરાષ્ટ્રીય પડકારોની વિશાળ શ્રેણી માટે ભારતના અભિગમમાં સ્પષ્ટ છે.

તેમણે કહ્યું કે ભારત માને છે કે વૈશ્વિક સમસ્યાઓના સાચા, લાંબા ગાળાના ઉકેલો ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે રાષ્ટ્રો એકબીજાના દ્રષ્ટિકોણને માન આપીને રચનાત્મક રીતે જોડાય. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 21મી સદી એશિયાની સદી છે.

તેમણે નોંધ્યું હતું કે ASEAN પ્રદેશ, ખાસ કરીને, સહસ્ત્રાબ્દીઓથી ફેલાયેલા વેપાર, વાણિજ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી હંમેશા આર્થિક રીતે ગતિશીલ અને ધમધમતો રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે અપનાવવામાં આવેલું સંયુક્ત નિવેદન અને આસિયાન સાથે ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્યમાં ભારત-આસિયાન ભાગીદારી માટે પાયો નાખશે.