સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઊભા કર્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડેર ટુ ડ્રીમ 5.0 ઇનોવેશન સ્પર્ધાના લોન્ચિંગ સમયે આ વાત કહી હતી.પરંપરાગત યુદ્ધની બદલાતી ગતિશીલતા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજીના કારણે શસ્ત્રો અને સાધનોમાં આજે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમણે સતત સુધારણા અને વિક્ષેપજનક તકનીકો બંને પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરતા સંરક્ષણમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે હાકલ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 2:14 પી એમ(PM)
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઊભા કર્યા છે
