સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વિશ્વ અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે યુવાનોએ શારીરિક, માનસિક રીતે મજબૂત રહી દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
નવી દિલ્હીમાં NCC પ્રજાસત્તાક દિવસ શિબિરમાં, શ્રી સિંહે યુવાનોને ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં આયોજિત મોક ડ્રીલ દરમિયાન જનજાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બહાદુર અને સમર્પિત NCC કેડેટ્સમાંથી પ્રેરણા લેવા અપીલ કરી. શ્રી સિંહે તેમને દેશની બીજી સંરક્ષણ હરોળ તરીકે વર્ણવ્યા. શ્રી સિંહે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોએ હિંમત અને સંયમ સાથે કામ કર્યું. શ્રી સિંહે NCC ને યુવાનો માટે કૌશલ્ય વિકાસ માટે એક ઉત્તમ માધ્યમ ગણાવ્યું.
‘પદવીદાન સમારોહ’ દરમિયાન, શ્રી સિંહે કેડેટ્સને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સમર્પણ માટે સંરક્ષણ મંત્રી ચંદ્રક અને પ્રશંસા પ્રમાણપત્રો અર્પણ કર્યા. આ વર્ષે સંરક્ષણ મંત્રી ચંદ્રક જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ડિરેક્ટોરેટના કેડેટ અર્પુન દીપ કૌર અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ડિરેક્ટોરેટના કેડેટ પાલડેન લેપ્ચાને એનાયત કરવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 24, 2026 8:01 પી એમ(PM)
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે યુવાનોને પડકારનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું