ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ સુવિધા ખાતે ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે. લખનૌમાં બ્રહ્મોસ સુવિધા ઉત્તર પ્રદેશ સંરક્ષણ કોરિડોરમાં પ્રથમ કેન્દ્ર છે જ્યાં મિસાઇલ સિસ્ટમ ઉત્પાદનથી લઈને અંતિમ પરીક્ષણ સુધીની સમગ્ર પ્રક્રિયા સ્વદેશી રીતે હાથ ધરવામાં આવે છે. સમારોહ દરમિયાન, સંરક્ષણમંત્રી અને મુખ્યમંત્રી બૂસ્ટર બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બૂસ્ટર ડોકીંગ પ્રક્રિયાના સાક્ષી બનશે. એરફ્રેમ અને એવિઓનિક્સ સિસ્ટમ્સ, વોરહેડ બિલ્ડિંગમાં પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ અને બ્રહ્મોસ સિમ્યુલેટર પર પણ પ્રસ્તુતિ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.