સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે દેશ માળખાકીય સુધારાઓની પરિવર્તનશીલ યાત્રા પર છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી પરિષદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ અને ડિજિટલ પરિવર્તન જેવી પહેલોએ નવીનતા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 7:56 પી એમ(PM)
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું