સપ્ટેમ્બર 24, 2024 6:28 પી એમ(PM) | સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે.આજે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રીએ  ભારતીય તટરક્ષકદળ  કમાન્ડરોની 41મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય  અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમાં વ્યૂહાત્મક, અને વહીવટી બાબતો પર ફળદાયી ચર્ચાઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરુંપાડશે. 
કમાન્ડરોને સંબોધતા સંરક્ષણમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડને ભારતના સૌથી અગ્ર રક્ષક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે  સતત દેખરેખ દ્વારા દેશના વિશાળ દરિયાકિનારાની સુરક્ષા તેઓ  સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આ દળ હથિયારો, ડ્રગ્સ અને માનવ તસ્કરી અને આતંકવાદ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ રોકે છે.  
શ્રી સિંહે ભારતીય તટરક્ષકદળ અને સશસ્ત્ર દળોને સ્વદેશી પ્લેટફોર્મ અને સાધનો સાથે આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આત્મનિર્ભરતા હાંસલ કરવાના પ્રયાસો અંગે શ્રી સિંહે કહ્યું કે ભારતીય શિપયાર્ડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 31 જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.