કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂઆત કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલા આ સેન્ટરો ઓફ એક્સલન્સમાં આ વિસ્તારની આદિવાસી મહિલાઓને હેન્ડીક્રાફ્ટ, અગરબત્ત, કેન્ડલ, સહિત શુશોભનની ગૃહ ઉદ્યોગના ઉત્પાદનો અંગે તાલીમ અને આપી ઉત્પાદન કરવામાં આવશે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુલાકાત લઈ અહીં ચાલી રહેલા સેવાયજ્ઞની સરાહના કરી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:38 પી એમ(PM)
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી