ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 2:16 પી એમ(PM) | ઇયાન ફિલિપ્સ

printer

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે.શાંતિ, માનવ અધિકાર, ટકાઉ વિકાસ, આબોહવા અથવા લિંગ સંબંધિત મુદ્દાઓ પર હિન્દી ભાષા સમજતા લોકો સાથે વાત કરવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.આ સાથે તેઓ હિન્દીમાં વોટ્સએપ ચેનલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.ફિલિપ્સે ગઈ કાલે હિન્દી દિવસના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે કરોડો લોકો સાથે વાતચીત કરવા માટે હિન્દી ભાષા મુખ્ય માધ્યમ છે.આ સમારોહમાં બિરેન્દ્ર પ્રસાદ બૈશ્યના નેતૃત્વમાં ભારતીય સંસદ સભ્યોનું પ્રતિનિધિ મંડળ અને કેટલાક દેશોના રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશે જણાવ્યું હતું કે ભારત જેવા બહુભાષી, બહુસાંસ્કૃતિક અને બહુ-વંશીય રાષ્ટ્રમાં હિન્દી એક સેતુનું કામ કરે છે.તેમણે કહ્યું કે હિન્દી ભાષાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશને એક કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ