જાન્યુઆરી 24, 2026 2:02 પી એમ(PM)

printer

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી.

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી છે અને સરકાર વિરોધી પ્રદર્શનો પર કડક કાર્યવાહીની તપાસનો આદેશ આપ્યો છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે.
જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના કટોકટી સત્ર દરમિયાન, હાઈ કમિશનર વોલ્કર તુર્કે ધરપકડ કરાયેલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને ઈરાની અધિકારીઓને ક્રૂર દમન પર પુનર્વિચાર, પીછેહઠ કરવા વિનંતી કરી.
તેમણે અહેવાલ આપ્યો કે 8 જાન્યુઆરીએ કડક કાર્યવાહી વધુ તીવ્ર બની હતી, સુરક્ષા દળોએ વિરોધીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બાળકો સહિત હજારો લોકો માર્યા ગયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.