ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણની આકરી ટીકા કરી છે.ભારતે આ ટિપ્પણીઓને હાસ્યાસ્પદ નાટક ગણાવતા જણાવ્યુ કે કોઈપણ નાટક હકીકતોને છુપાવી શકતું નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી મિશનમાં ભારતના સચિવ પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ફરી એકવાર આતંકવાદનું સમર્થન કર્યું છે, જે તેમની વિદેશ નીતિનું કેન્દ્રબિંદુ છે. તેમણે કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે આ વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યામાં દોષિત આતંકવાદી સંગઠનને બચાવ્યું હતું.
તેમણે કહ્યું કે પાકિસ્તાને તાત્કાલિક તમામ આતંકવાદી શિબિરો બંધ કરવી જોઈએ અને વોન્ટેડ આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ. પાકિસ્તાનના આતંકવાદીઓને આશ્રય આપવાના ઇતિહાસને યાદ અપાવતા, તેમણે કહ્યું કે પાકિસ્તાની મંત્રીઓએ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે તેઓ દાયકાઓથી આતંકવાદી છાવણીઓનું સંચાલન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભારતનો વિશ્વને સંદેશ સ્પષ્ટ છે ,આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે ભારતે તેના નાગરિકોનું રક્ષણ કરવાના તેના અધિકારનો ઉપયોગ કર્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 1:29 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી