સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ પ્રસ્તાવની તરફેણમાં 158 દેશોએ મતદાન કર્યું છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક, બિનશરતી અને કાયમી યુદ્ધવિરામની હાકલ કરતા મહાસભાએ તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. જોકે સામાન્ય સભાના ઠરાવો બંધનકર્તા નથી પરંતુ તે રાજકીય મહત્વ ધરાવે છે.
મહાસભાએ પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે રાહત અને બચાવ કાર્ય માટેની એજન્સી -UNRWAને પણ સમર્થન આપ્યું હતું. ઉપરાંત ઇઝરાયેલ દ્વારા રજૂ કરાયેલા નવા કાયદા સામે વિરોધ નોંધવતો ઠરાવ 159 મતોથી પસાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના આ કાયદા દ્વારા જાન્યુઆરી મહિનાના અંતિમ અઠવાડિયાથી આ ક્ષેત્રમાં UNRWAના સંચાલન પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:21 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ પ્રસ્તાવની તરફેણમાં 158 દેશોએ મતદાન કર્યું છે
