આજે વિશ્વ વન દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2012માં તેની સ્થાપના કરી હતી અને 2013થી દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જંગલો માત્ર પર્યાવરણ સંતુલન માટે જ નહીં, પણ જળવાયુ પરિવર્તનને ઘટાડવા, જૈવ વૈવિધ્ય જાળવી રાખવા અને લાખો લોકો માટે આજીવિકાનો સ્ત્રોત પણ છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025ની થીમ ‘વન અને ભોજન’ છે. વિશ્વ વન દિવસ ઉજવવાનો હેતુ વનનાં મહત્વ અને સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ અને ફુડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશન્સ (FAO) સરકારો સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે.
આજનાં દિવસે વિશ્વભરમાં વૃક્ષારોપણ અભિયાન, જાગૃતિ કાર્યક્રમો અને વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
2023નાં અહેવાલ પ્રમાણે ભારતમાં કુલ વન અને વૃક્ષ આવરણ દેશનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં 25.17 ટકા છે, જેમાં વન આવરણ 21.76 ટકા અને વૃક્ષ આવરણ 3.41 ટકા છે.
Site Admin | માર્ચ 20, 2025 8:09 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2012માં તેની સ્થાપના કરી હતી અને 2013થી દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
