મે 17, 2025 6:34 પી એમ(PM)

printer

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન- FAO એ 2024 માં વધુ ખરાબ થતી વૈશ્વિક ભૂખમરાની કટોકટી અંગે એક અહેવાલ બહાર પાડ્યો

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન- FAO એ 2024 માં વધુ ખરાબ થતી વૈશ્વિક ભૂખમરાની કટોકટી અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે 53 દેશોમાં 2 કરોડ 95 લાખ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આ આંકડો 2023 ના આંકડા કરતા 1 કરોડ 37 લાખ વધુ છે.

સુદાનમાં દુકાળ અને ગાઝા, દક્ષિણ સુદાન, હૈતી અને માલીમાં તીવ્ર ભૂખમરો તેમજ ઘણા વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષ આ સમસ્યાના મુખ્ય કારણો છે. અહેવાલમાં મે અને સપ્ટેમ્બર 2025 દરમિયાન ગાઝામાં દુષ્કાળના ભયની ચેતવણી પણ આપવામાં આવી છે. વિસ્થાપનની મજબૂરી, આર્થિક અસ્થિરતા અને હવામાનનાં કારણે આ કટોકટી વધુ વકરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના નિર્દેશક કૂ. ડોંગ્યુએ જણાવ્યું હતું કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર ખાદ્ય અસુરક્ષા લાંબા ગાળાની વાસ્તવિકતા બની રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.