કૅનેડા સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યું છે. જી-સાત સમૂહના બે સભ્ય દેશ પહેલા જ આ જાહેરાત કરી ચૂક્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કારનીએ કહ્યું, આ નિર્ણય કેટલાક મુખ્ય લોકશાહી સુધારાઓ પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું, આ સુધારાઓમાં આવતા વર્ષે પેલેસ્ટિનિયન સત્તામંડળ દ્વારા ચૂંટણીઓ યોજવાનો સમાવેશ થાય છે અને આ ચૂંટણીઓમાં હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ.
કૅનેડાના પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે માત્ર એક દિવસ પહેલા યુનાઈટેડ કિંગ્ડમે જાહેરાત કરી હતી કે, જો ઈઝરાયેલ યુદ્ધ વિરામને નથી માનતું અને અન્ય શરત પૂરી નથી કરતું તો આ સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપશે. ફ્રાન્સે પણ ગત સપ્તાહે આવી જાહેરાત કરી હતી.
અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશમાંથી 150 જેટલા દેશે પેલેસ્ટાઈનને રાજ્યની ઔપચારિક માન્યતા આપી છે.
Site Admin | જુલાઇ 31, 2025 2:41 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાની કેનેડાની યોજના
