સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપતા કહ્યું, ‘કાશ્મીર અંગે ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં’. પાકિસ્તાનની માનસિકતાની નિંદા કરતા, ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ ક્ષેત્ર ભારતના અભિન્ન અંગ હોવાની વાસ્તવિકતા બદલી શકાય નહીં. ગઈકાલે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટેના દિવસ નિમિત્તે મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તેહમીના જંજુઆએ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તેના પર તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. શ્રી હરીશે કહ્યું, “તેમની આદત મુજબ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો અયોગ્ય ઉલ્લેખ કર્યો.” પાકિસ્તાન અંગે તેમણે કહ્યું,”આ દેશની કટ્ટરવાદી માનસિકતા અને ઉગ્રવાદનો રેકોર્ડ જાણીતો છે.”તેમણે કહ્યું, “આવા પ્રયાસો એ વાસ્તવિકતા બદલશે નહીં કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.”
Site Admin | માર્ચ 15, 2025 1:37 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો
