જાન્યુઆરી 9, 2026 8:16 પી એમ(PM)

printer

સંયુક્ત રાષ્ટ્રના – UNDESA ના અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.2 ટકા રહેવાની ધારણા છે

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ – UNDESA એ એક અહેવાલમાં જણાવ્યું છે કે વપરાશ અને જાહેર રોકાણ દ્વારા સંચાલિત ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.2 ટકા રહેવાની ધારણા છે.
વિશ્વ આર્થિક સ્થિતી અને સંભાવાનાઓ 2026 અહેવાલમાં પણ ભારતનો આર્થિક વિકાસ દર 2026-27 ના નાણાકીય વર્ષમાં 6.6 ટકા અને 2027-28 ના નાણાકીય વર્ષમાં 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરના કર સુધારા અને નાણાકીય નીતિમાં સરળતા નજીકના ભવિષ્યમાં અર્થતંત્રને વધારાનો ટેકો પૂરો પાડશે. સંયુક્ત રાષ્ટ્ર અહેવાલ અનુસાર, ભારત અને ઇન્ડોનેશિયા સહિત અનેક મુખ્ય વિકાસશીલ અર્થતંત્રો મજબૂત સ્થાનિક માંગ અથવા લક્ષિત નીતિગત પગલાંને કારણે મજબૂત વૃદ્ધિનો અનુભવ કરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે.