સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે રવિવારે ગાઝા શહેરમાં ઇઝરાયેલના હુમલાની ટિકા કરી છે. આ હુમલામાં છ પત્રકાર માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર-એ તેને આંતર-રાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટિફન ડ્યૂજારિકે કહ્યું, મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે હુમલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની હાકલ કરી છે.
જીવ ગુમાવનારા છ પત્રકારમાંથી પાંચ અલ-જઝીરા મીડિયા નૅટવર્ક માટે કામ કરતા હતા. મીડિયા અધિકાર સમૂહ અને કતાર સહિત અનેક દેશે આ હુમલાની ટિકા કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરના પ્રવક્તાએ કહ્યું, પત્રકારો સલામત વાતાવરણમાં અને ભય વગર કામ કરી શકે તે ઇઝરાયેલે ખાતરી કરવી જોઈએ. તેમણે હુમલાની ટિકા કરી તેની સ્વતંત્ર તપાસની પણ માગ કરી.
Site Admin | ઓગસ્ટ 12, 2025 2:25 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ગાઝામાં ઇઝરાયેલી હુમલાની ટીકા કરી.
