ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 12, 2025 1:51 પી એમ(PM)

printer

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યમનમાં સશસ્ત્ર હૌથી જૂથ દ્વારા લાલ સમુદ્રમાં નાગરિક જહાજો પર ફરી હુમલાઓની કડક નિંદા કરી છે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યમનમાં સશસ્ત્ર હૌથી જૂથ દ્વારા લાલ સમુદ્રમાં નાગરિક જહાજો પર ફરી હુમલાઓની કડક નિંદા કરી છે. આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર બે વ્યાપારી જહાજોનું ડૂબવું અને ચાર ક્રૂ સભ્યોના મૃત્યુ અને અન્ય ઘાયલ થવું એ એક દુખદ ઘટના હોવાનું મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે ગઈકાલે જણાવ્યું હતું.
શ્રી ગુટેરેસે હૌથી બળવાખોરોને ગુમ થયેલા ક્રૂ માટે શોધ અને બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થાય તેવી કોઈ કાર્યવાહી ન કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું છે કે તમામ પક્ષોએ હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જોઈએ.
નવેમ્બર 2023 થી હૌથીઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતમાં મિસાઇલો, ડ્રોન અને નાની બોટથી લગભગ 70 વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.