મે 6, 2025 9:48 એ એમ (AM)

printer

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને વધતા તણાવને દૂર કરવા મહત્તમ સંયમ રાખવાની વિનંતી કરી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને વધતા તણાવને દૂર કરવા મહત્તમ સંયમ રાખવાની વિનંતી કરી છે.આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના વડામથકે પત્રકારો સાથે વાત કરતા શ્રી ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં જીવલેણ આતંકવાદી હુમલાને પગલે વધી રહેલા તણાવને કારણે લશ્કરી અથડામણ થઈ શકે છે.આ મુદ્દે બંધ બારણે સુરક્ષા પરિષદની બેઠક પહેલાં શ્રી ગુટેરેસે ફરી એક વાર પહલગામ હૂમલાની ટીકા કરતા જણાવ્યું કે, આ કૃત્ય માટે જવાબદાર સામે કાયદાકીય પગલાં લેવા જોઇએ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.