સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડાએ તાજેતરના યુએસ હવાઈ હુમલાઓ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને “નાશ” કરવાના દાવાઓ પર શંકા વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી ના ડિરેક્ટર જનરલ, રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે તેહરાન હજુ પણ મહિનાઓમાં યુરેનિયમ સંવર્ધન ફરી શરૂ કરવાની ક્ષમતા રાખે છે. તેમણે કહ્યું કે, જ્યારે યુએસ હવાઈ હુમલાઓથી નુકસાન થયુ હતું, પરંતુ તે સંપૂર્ણ નાશ નથી પામ્યુ. ગ્રોસીની ટિપ્પણીઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોથી તદ્દન વિરોધી છે. આ હુમલા બાદ ટ્રમ્પ અનેક વાર દાવો કરી ચૂક્યા છે કે અમેરિકાએ ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે.
Site Admin | જૂન 30, 2025 7:54 એ એમ (AM)
સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડાએ યુએસ હવાઈ હુમલાઓ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને “નાશ” કરવાના દાવાઓ પર શંકા વ્યક્ત