સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામશે,જે ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયનને પાછળ છોડી દેશે.
સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના “વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને સંભાવના અહેવાલ”માં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2026 સુધી આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે અને તેનો અંદાજિત વૃદ્ધિદર 6.4 ટકા રહેશે. ભારતનો આ વિકાસ મજબૂત સ્થાનિક ખર્ચ, મજબૂત સરકારી રોકાણ અને ઝડપથી વિકસતી સેવાઓ નિકાસ દ્વારા પ્રેરિત છે.તેની સરખામણીમાં, વધતા વેપાર તણાવ, નીતિગત અનિશ્ચિતતા અને સરહદ પારના રોકાણમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડવાની ધારણા છે.
Site Admin | મે 17, 2025 9:29 એ એમ (AM)
સંયુક્ત રાષ્ટ્રએ આ નાણાકીય વર્ષમાં GDPમાં 6.3 ટકાની વૃદ્ધિ સાથે ભારતને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાહેર કર્યું