સંયુક્ત યુધ્ધ અધ્યયન કેન્દ્ર આજે તેના સ્થાપના દિવસ પર પ્રથમ વાર્ષિક ટ્રાઇડેન્ટ વ્યાખ્યાન શૃંખલાનો આરંભ કરશે. આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઉદ્ઘાટન વ્યાખ્યાન આપશે. વ્યાખ્યાનનો વિષય હશે: “ભવિષ્યના યુદ્ધક્ષેત્ર પર પ્રભુત્વ”.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માનવ અને માનવરહિત ઉપકરણો વચ્ચેના એકીકરણ પરના તેમના પેપરનું વિમોચન હશે, જેમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં, વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ભવિષ્યના યુદ્ધોમાં ભારતીય વારસાની વ્યૂહરચના અપનાવવા અને ત્રણેય સેનાઓમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત જેવા વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપશે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 9:37 એ એમ (AM)
સંયુક્ત યુધ્ધ અધ્યયન કેન્દ્ર આજે તેના સ્થાપના દિવસ પર પ્રથમ વાર્ષિક ટ્રાઇડેન્ટ વ્યાખ્યાન શૃંખલાનો આરંભ કરશે
