સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે. UAEમાં સ્થાનિક બજાર ચલાવતી મોટી કંપની લુલુએ પોતાની તમામ સ્ટોરમાં UPIથી ચૂકવણી કરવાના વિકલ્પને શરૂ કરી દીધો છે. હવે ભારતીય નાગરિકો ભારતની જેમ અહીં પણ UPIથી ચૂકવણી કરી શકશે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં UAEમાં UPIથી ચૂકવણીનો પ્રારંભ કરાયો હતો. લુલુ સિવાય UAEના અનેક મોટા અને નાના ઉદ્યોગકારો પણ UPIથી રકમ સ્વીકારી રહ્યા છે. UAEમાં ભારતીય નાગરિકો અને બિન-નિવાસી ભારતીયો પૉઇન્ટ ઑફ સેલ – POS મશીનથી ક્યૂઆર કૉડની મદદથી ચૂકવણી કરી શકે છે. UPIનું સંચાલન કરતા એકમ નેશનલ પેમેન્ટ કૉ-ઑપરેશન ઑફ ઇન્ડિયા – NPCIએ જણાવ્યું કે, આ વર્ષે ખાડી સહયોગ પરિષદમાં ભારતીય પ્રવાસીઓનો આંકડો 98 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 2:11 પી એમ(PM)
સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે
