સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે સાંજે તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી આ તેમની ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાત છે અને છેલ્લા દાયકામાં ભારતની તેમની પાંચમી મુલાકાત છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીના નિવાસસ્થાને મળશે.
આ મુલાકાત બંને નેતાઓને ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા તેમજ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે નવી સીમાઓ નક્કી કરવાની તક પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 7:48 પી એમ(PM)
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન નવી દિલ્હી પહોંચ્યા.