સંયુક્ત આરબ અમીરાત-યુએઈના અખબારોએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાની પ્રશંસા કરી છે. ગલ્ફ ન્યૂઝ, ખલીજ ટાઇમ્સ, ગલ્ફ ટુડે અને ધ નેશનલ જેવા અખબારોએ આ કાર્યક્રમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, આધ્યાત્મિક મહત્વ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના થી જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ખલીજ ટાઇમ્સ લખે છે યુએઈથી ભારતીય પ્રવાસીઓ અન્ય દેશોના નાગરિકો સાથે મહાકુંભમાં સહભાગી થયા હતા અને આ મહાકુંભ ૧૪૪ વર્ષના મહત્વ સાથે એક અવિસ્મરણીય ઘટના બની ગઈ છે. ગલ્ફ ન્યૂઝ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતા યુએઈના નાગરિકોના અનુભવોનો અહેવાલ આપે છે. ઉપરાંત કાર્યક્રમમાં ભીડ વ્યવસ્થાપનને સુધારવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગની નોંધ લેવામાં આવી હતી. સહભાગીઓ દ્વારા અનુભવોમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા તેઓ તેમના પ્રાચીન વારસા સાથે જોડાઈ શક્યા અને ભારતનું મહત્વ સમજી શક્યા.તેવી જ રીતે, ગલ્ફ ટુડેએ પણ કહ્યું કે આ કાર્યક્રમ માત્ર એક આધ્યાત્મિક મેળાવડો જ નહોતો પરંતુ લાખો લોકોને કાર્યક્ષમ રીતે આતિથ્ય આપવાની ભારતની ક્ષમતાનું પ્રદર્શન પણ હતું.નેશનલે ઇવેન્ટના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભીડ નિયંત્રણ પ્રણાલી, ડિજિટલ ખોવાયેલ અને મળેલ કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી. આ પ્રકારની ટેકનોલોજીકલ પ્રગતિએ મહાકુંભને મોટા પાયે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે એક ઉદાહરણ તરીકે સ્થાપિત કર્યો છે એમ અખબારમાં જણાવાયું છે.
Site Admin | માર્ચ 2, 2025 9:49 એ એમ (AM)
સંયુક્ત આરબ અમીરાતના અખબારોએ મહાકુંભ મેળાની પ્રશંસા કરી