નવેમ્બર 8, 2024 6:36 પી એમ(PM) | સંત જલારામ બાપા

printer

સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી

જાણીતા સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં જલારામ બાપાની પૂજા અર્ચના, ભજન-કીર્તન, મહાઆરતી, અન્નકૂટ,શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પાલડી જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પૂજનવિધિ, મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બાવળામાં પણ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે 225 મી જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન, પુજા, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
મોરબીમાં પણ જલારામ મંદિર ખાતે પ્રભાત ધૂન,અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જલારામ જયંતી નિમિત્તે યોજવામાં આવેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ જલારામ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વલસાડ જિલ્લામાં પણ મહાઆરતી, ડાયરો અને ભંડારોનું આયોજન કરવામાં આવ્યું.
ભાવનગર જિલ્લામાં જલારામ જયંતી નિમિત્તે 20 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.