પશુપાલન રાજ્ય મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ” યોજાયો.તેમાં રાજ્ય,જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા 565 શ્રેષ્ઠ પશુપાલકોને કુલ 91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા. સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક અરજણ ઓડેદરા, બીજા ક્રમે સુરતના પશુપાલક ખંડુભાઈ પટેલ તથા ત્રીજા ક્રમે મોરબીના પશુપાલક પ્રવિણ પટેલને સન્માનિત કરાયા.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં 7 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને રાજ્યમાં ગાભણ-વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી અપાઈ.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:11 પી એમ(PM)
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ જૂનાગઢના પશુપાલક અરજણ ઓડેદરા રાજ્ય કક્ષાએ પ્રથમ