નવેમ્બર 13, 2024 7:13 પી એમ(PM)

printer

શ્રી સોમનાથ મંદિર ખાતે મંદિરના ૭૮ માં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી સોમનાથ મંદિર ખાતે મંદિરના ૭૮’માં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી. દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ પહોંચ્યા હતા જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કર્યો હતો…
આ સંકલ્પ દિનને આજે 77 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્યનો ઉપયોગ કરીને મહાપૂજા કરવામાં આવી હતી..આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.