શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી છે. ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે અને ભક્તોને નમન,રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ પોસ્ટ મારફત ઘેર બેઠા મળશે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિએ માત્ર 25 રૂપિયામાં લોકો બીલીપત્રની પૂજા કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા પૂજા લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 12,65,000 લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વે લોકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથને બીલીપત્ર ચડાવી શકે અને પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે તે માટે શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આ પૂજા લોન્ચ કરવામાં આવી છે. હવે પછી લોકો ટ્રસ્ટની વેબસાઈટ somnath.org તેમજ સ્ક્રીન ઉપર મુકેલ QR કોડ ના માધ્યમથી આ પૂજા ઓનલાઈન બુક કરાવી શકશે અને ઘરે બેઠા પ્રસાદ પણ મેળવી શકશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 10:29 એ એમ (AM)
શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી