કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા ખાતે અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું. દરમિયાન એક વિશાળ સભાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં ભારતને ટોચનો રમતગમત દેશ બનાવવાની કેન્દ્રની મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, નવું સંકુલ દેશનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી અદ્યતન છે. દરમિયાન તેમણે અમદાવાદ ટૂંક સમયમાં ઍશિયાનું રમતગમત પાટનગર અને રાષ્ટ્રમંડળ રમતગમત માટેનું મુખ્યસ્થળ બનશે.
સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા શ્રી શાહે કહ્યું, આ સંકુલમાં માત્ર વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધા અને તાલીમ જ નહીં, પણ દેશભરના રમતવીરોને પ્રેરણા આપશે.