જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા આજે સતત 14મા દિવસે પણ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને અનેક ભૂસ્ખલનને કારણે સ્થગિત રાખવામાં આવી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે અને મંદિર તરફ જતા રસ્તા બંધ થઈ ગયા છે.
લાંબા સમય સુધી યાત્રા સ્થગિત રહેવાથી શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે, જ્યારે યાત્રા પર આધાર રાખતા સ્થાનિક વ્યવસાયોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે જાહેર જનતા અને યાત્રાળુઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી મંદિર તરફ મુસાફરી ટાળવા અપીલ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 1:48 પી એમ(PM)
શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા આજે સતત 14મા દિવસે પણ પ્રતિકૂળ હવામાન અને ભૂસ્ખલનને કારણે સ્થગિત.