ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 2:49 પી એમ(PM) | શ્રેણી

printer

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-0 થી સરસાઈ મેળવી

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે. વરસાદનાં વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. યજમાન શ્રીલંકાએ મિડલ ઓર્ડર બેટ્સમેનની નિષ્ફળતાને કારણે છેલ્લી પાંચ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 31 રન કર્યા હતા. 20 ઓવરની મર્યાદિત મેચમાં તેણે નવ વિકેટ ગુમાવીને 161 રન કર્યા હતા.
ભારતની બેટિંગ દરમિયાન વરસાદનું વિધ્ન નડતાં લક્ષ્યાંક ઘટાડીને આઠ ઓવરમાં 78 રન કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગને પગલે ભારતે નવ બોલ બાકી હતા ત્યારે 81 રન બનાવીને વિજય મેળવ્યો હતો. હવે મંગળવારે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. ત્યારબાદ તેઓ કોલંબોમાં ત્રણ વન-ડે મેચ રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.