નવેમ્બર 14, 2024 6:31 પી એમ(PM) | શ્રીલંકા

printer

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી લગભગ 50 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ ચૂંટણી પંચે હજુ અંતિમ આંકડા જાહેર કર્યા નથી. મતપેટીઓ આજે મતગણતરી કેન્દ્રો પર ખસેડવામાં આવશે, જ્યાં મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ વોટના પરિણામો આજે રાત્રે મોડા જાહેર કરવામાં આવશે, જ્યારે અંતિમ પરિણામો આવતીકાલે જાહેર થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.