ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા.આ બેઠકમાં ઉમેદવારો સાથે ચૂંટણીમાં નાણાના નિયમો અને અન્ય માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  કેટલાક ઉમેદવારોએ રાજ્યના સંસાધનોના ઉપયોગ અને કેટલીક મીડિયા સંસ્થાઓના આચરણ અંગે ચૂંટણી પંચ સાથે તેમનીચિંતાઓ વ્યક્ત  કરી હતી. દરમિયાન આજે બપોરે રાષ્ટ્રીય ચૂંટણી પંચ ખાતે ચૂંટણી નિરીક્ષકો સાથે અલગથી ચર્ચા પણ કરવામાં આવી હતી.  અગાઉ ગઈકાલે, ચૂંટણી મંડળે ઘરે-ઘરે પ્રચારના પ્રતિબંધો પર ભાર મૂક્યો હતો. ચૂંટણી પંચના અધ્યક્ષ આર.એમ.એ.એલ. રત્ન નાયકે એ જણાવ્યું હતું કે, ચૂંટણી પેમ્ફલેટના ડોર ટુ ડોર વિતરણમાં મહત્તમ 5 લોકો ભાગ લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, જો 5 થી વધુ લોકો એકસાથે ઘરે-ઘરે ચૂંટણી પત્રિકાઓનું વિતરણ કરવા જાય તો તે ગેરકાયદેસર કૃત્ય છે, અને પોલીસે તેમની સામે તાત્કાલિક પગલાં લેશે.. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી 21મી સપ્ટેમ્બરે યોજાવાની છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.