ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2025 8:11 પી એમ(PM)

printer

શ્રીલંકામાં રમાઈ રહેલા એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો

શ્રીલંકાના કૉલમ્બોમાં એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પહેલા બેટિંગ કરી પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતની ટીમ 247 રને ઑલ-આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 46 રન હરલિન દેઓલે બનાવ્યાં છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝ 32 અને ઑપનર પ્રતિકા રાવલ 31 રન બનાવીને આઉટ થયાં હતાં. તો રિચા ઘોષે અણનમ 35 રન બનાવ્યાં.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, પાકિસ્તાને અત્યાર સુધીમાં 7 ઑવરમાં 1 વિકેટ ગુમાવી 20 રન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે તમામ 11 મુકાબલા જીત્યા છે. વર્ષ 2022ના વિશ્વકપમાં ભારતનો 107 રનથી વિજય થયો હતો.