શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આજે સવારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં શપથ ગ્રહણ યોજાયો હતો. શ્રી દિસાનાયકેએ રસાકસીભરી ચૂંટણીમાં વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસાને હરાવ્યા હતા.
બીજા તબક્કાની મતગણતરીમાં તેમનો વિજય થયો હતો. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:12 પી એમ(PM)
શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે
