નવેમ્બર 14, 2024 1:51 પી એમ(PM) | શ્રીલંકા

printer

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. સવારે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં 40 ટકા મતદાન થયાના અહેવાલ છે. 225 સભ્યોની સંસદ માટે એક કરોડ 70 લાખથી વધુ મતદારો મતદાનમાં સહભાગી થવાની શક્યતા છે.
રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી ડૉ. હરિની અમરસૂર્યા, પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, એસ.જે.બી. નેતા સાજિથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.