ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:54 પી એમ(PM)

printer

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસનાયકેની આ પ્રથમ મુલાકાત હશે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન શ્રી દિસનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. શ્રી જયસ્વાલે ઉમેર્યું હતું કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં એક બિઝનેસ ઇવેન્ટમાં પણ હાજરી આપશે અને બોધ ગયાની મુલાકાત લેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.