નવેમ્બર 27, 2025 2:10 પી એમ(PM)

printer

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થઈ ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લામાં સાત સ્થળોએ ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓ બાદ સાત લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે જમીન ધસી જવાની ઘટનામાં બચાવ અને રાહત કામગીરી થઇ રહી છે.
અધિકારીઓના અહેવાલ મુજબ બદુલ્લાના ઘણા ભાગમાં ભૂસ્ખલન થયા છે, જેનાથી વધુ જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, નેશનલ બિલ્ડીંગ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને બદુલ્લા, કેન્ડી, માટાલે અને નુવારા એલિયા જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારો માટે લેવલ-૩ની ચેતવણીઓ જારી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.